Connect Gujarat
દેશ

DHONI The Leader | ConnectGujarat

DHONI The Leader | ConnectGujarat
X

એક લીડર અને કેપટન વચ્ચે શું ભેદ હોય છે ? એ જો સમજીએ તો એક કેપટન પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ દરેક મેચ માં બતાવે છે જ્યારે એક લીડર પોતાના દરેક ખેલાડી પાસેથી તેનું બેસ્ટ પર્ફોમન્સ મેળવી શકે છે.

ધોની ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે જેને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. ટેસ્ટ મેચ ફોર્મેટની 90 મેચમાં 4876 રન, વન-ડે ની 348 મેચમાં 10723 રન, ટી 20ની 98 મેચમાં 1617 રન ,આઈપીએલની 190 મેચમાં 4432 રન નોંધાવ્યા છે.બ એટલું જ નહિ પણ પોતે દેશભક્ત પણ સાબિત થયો છે થોડા સમય પહેલા પોતાની ટીમના પહેલા મેચની ફિસ પુલવાના શહીદોને સમર્પિત કરી છે આ સાથે ભારતીય સેનામાં જોડાવાનું પણ બાળપણથી તેનું સપનું હતું

ધોની એવો ખેલાડી છે જે પ્રતિભાઓને બહાર લાવે છે, તે નવા ખેલાડીઓ ઉપર વિશ્વાસ રાખે છે અને તેનામાં આત્મવિશ્વાસ ઉભો કરે છે. મેચમાં સટીક નિર્ણય લેવામાં ધોનીની કોઈ આસપાસ પણ નથી, ક્યારે અને ક્યાં ડીઆરએસ લેવો તે મુશ્કેલ કામ છે. ધોની ડીઆરએસ લેવાના નિર્ણયમાં 100 ટકા સાચો પડે છે. જેથી મજાકમાં લોકો ડીઆરએસને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના બદલે ધોની રિવ્યૂ સિસ્ટમ કહેવા લાગ્યા છે. તે રણનીતિ અને નિર્ણયો લેવાના મામલે અન્ય કેપ્ટનો કરતા ઘણો આગળ છે. આજની તારીખમાં વર્લ્ડ ક્રિકેટમાં જો શાનદાર ફિનિશર બેટ્સમેનનું નામ લેવાય તો તેમાં ધોનીનું નામ પ્રથમ સ્થાને આવે છે. મહેન્દ્રસિંહ ધોની આઈપીએલનો એકલો સુપર કેપ્ટન છે. સુપર કેપ્ટનનો મતલબ એ છે કે કેપ્ટનના રુપમાં તેની ખાસિયત બીજા કેપ્ટનો કરતા ઘણી આગળ છે. જેટલી વખત તેણે ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમને આઈપીએલના પ્લેઓફ અને ફાઇનલમાં પહોંચાડી છે તે એક રેકોર્ડ જ છે

ધોનીને ઘણા પુરસ્કારો મળ્યા છે. 2008 અને 2009 માં આઈસીસી પ્લેયર ઓફ ઘી યર પુરસ્કાર મળ્યો જે વર્ષમાં બે વખત એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી છે,2007માં રાજીવ ગાંધી રમત પુરસ્કાર, ભારતનું ચોથા ક્રમનું સન્માન પધ્મશ્રી 2009માં તથા ભારતનું ત્રીજા ક્રમનું સન્માન પદ્મ ભૂષણ 2018માં મળ્યું હતું. ભારતીય ટેરિટરિયલ આર્મીએ 1 નવેમ્બર 2011 ના રોજ ધોનીને લેફ્ટનન્ટ કર્નલના નામદ દરજ્જો આપ્યો હતો. આ સન્માન પ્રાપ્ત કરવા માટે કપિલ દેવ પછી તે બીજા ભરતીય ક્રિકેટર છે. ધોનીનું ભારતીય ક્રિકેટમાં સમર્પિત યોગદાન એક ઇતિહાસ બની રહેશે

Next Story