Connect Gujarat
ગુજરાત

ઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો

ઘોરાજી શાળાના આચાર્યે દિકરાના જન્મદિનની અનોખી ઉજવણી કરી નવો રાહ ચિંધ્યો
X

ધોરાજી શાળા નંબર ૨ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસની

અનોખી રીતે ઉજવણી કરી હતી.

સમાજમાં ઘણા બધા ખર્ચાઓ કરી લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે

ધોરાજી શાળા નંબર ૨ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાના પુત્રનો આજે જન્મદિવસ હોવાથી

તેમના જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર સાથે ધોરાજી તાલુકાના મોટી મારડ ખાતે આવેલા

નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સરકારી સ્કૂલના લગભગ ૨૦૦ જેટલા ગરીબ બાળકો સાથે અને

વૃદ્ધાશ્રમના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમજ આ

બાળકોને ભાવના વિકસાવવા માટે કે તેમના માતા-પિતાની કિંમત શું છે અને તેમને સાચવવા

જોઈએ તે સમજાવ્યું હતું. અને બાળકોને તેમજ વડીલોને જન્મદિવસ નિમિત્તે ભોજન

કરાવ્યું હતું. જ્યારે વૃદ્ધાશ્રમના બધા વડીલોએ નિલેશભાઈના પુત્રને આશીર્વાદો

આપ્યા હતા.

Next Story