Connect Gujarat
Featured

ડિજિટ ઇન્શ્યોરન્સ $1.9બી વેલ્યુએશન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાય છે

ડિજિટ ઇન્શ્યોરન્સ $1.9બી વેલ્યુએશન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાય છે
X

2021 - ડિજિટ ઇન્શ્યોરન્સ, એક જનરલ ઇન્શ્યોરન્સ કંપની, જે ભારતમાં ઇન્શ્યોરન્સને સરળ બનાવવાના એક મિશનથી 2017માં શરૂ થઈ હતી, આ વર્ષમાં $1.9 બિલિયનની વેલ્યુ સાથે પ્રથમ ભારતીય યુનિકોર્ન કંપની બની છે.

મોટા ભાગના વ્યવસાયો આ વર્ષે મંદીમાં છે એમા પણ વીમા ઉધોગમાં માત્ર 0.1% ની વૃદ્ધિ થઈ છે; એવા સંજોગોમાં પણ ડિજિટમાં 31.9% ની વૃદ્ધિ થઈ છે: જેનું પ્રીમિયમ $186 મિલિયન (એપ્રિલ -20-ડિસેમ્બર 20) છે અને અત્યારસુધીમાં 1.5 કરોડ ગ્રાહકો ડિજિટ સાથે જોડાઈ ગયેલ છે. 3 વર્ષના ટૂંકા ગાળામાં, ડિજિટે નાણાકીય વર્ષ 20-21** ના તમામ 3 ક્વાર્ટરમાં પણ નફો મેળવ્યો છે. તેઓ 14,000+ ગ્રાહક રિવ્યુ આધારિત ફેસબુક પર 4.9 સ્ટારની ગ્રાહક રેટિંગ પણ ધરાવે છે *.

યંગ યુનિકોર્ન તેમના ગ્રાહકો માટેની પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે તકનીકનો ઉપયોગ કરે છે, જેમ કે સ્માર્ટફોનથી સક્ષમ સ્વ-નિરીક્ષણ અને ઓડિયો ક્લેઇમ્સ. તેઓ ક્લાઉડ પર 100% છે અને ગ્રાહકોની હંમેશાં ઉભરતી જરૂરિયાતોને લગતી ઘણી નવી ઓફર્સની શરૂઆત કરી છે.

આઇઆરડીએઆઈની અનન્ય અને પ્રશંસાપાત્ર સેન્ડબોક્સ પહેલ હેઠળ, તેઓએ કોવિડ-19 માટે એક ફિક્સ્ડ બેનિફિટ કવર, એક નોવેલકોવિડ-19 પ્રોડક્ટ રજૂ કરી.તેઓ તેમના ડિજિટ ગ્રુપ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ દ્વારા 20 લાખથી વધુ ભારતીય જીવન સુધી પહોંચવામાં પણ સક્ષમ થયા છે.

ફેરફેક્સ સમર્થિત વીમા કંપની, જેનું હેડક્વાર્ટર બેંગ્લુરુમાં છે, વીમા દિગ્ગજ કામેશ ગોયલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેમણે 30થી વધુ વર્ષોથી જનરલ ઇન્શ્યોરન્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ બંને જગ્યાઓ પર કામ કર્યું છે. ડિજિટની સ્થાપના કરતા પહેલા, તે એલિઆન્ઝ એસેટ મેનેજમેન્ટ માટે એચ 8- એસેટ મેનેજમેન્ટ અને યુએસ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના હેડ હતા.

Next Story