Connect Gujarat
દેશ

મોદી સરકારની “નવી ટર્મ”, પ્રથમ વર્ષગાઠની કરાશે ડિજીટલ ઉજવણી

મોદી સરકારની “નવી ટર્મ”, પ્રથમ વર્ષગાઠની કરાશે ડિજીટલ ઉજવણી
X

નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 30 મેના રોજ બીજીવાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠની ડિજીટલ ઉજવણી કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠે સરકારની ઉપલબ્ધિઓ ગણાવવા માટે દેશભરમાં વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે, કોરોના મહામારીના કારણે કોઈ પણ જાહેર સભાઓ કે કોઈ કાર્યક્રમો યોજાશે નહીં. તમામ રાજ્યોમાં 750 લોકો જેટલા લોકોની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ રેલી કાઢવામાં આવશે. દેશભરમાં 1 હજારથી વધુ ઓનલાઈન કોન્ફરન્સ પણ યોજાશે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ કોન્ફરન્સ સંબોધિત કરશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તા. 30 મેથી સતત એક મહિના સુધી માટે યોજાનાર સમારોહનો પ્રારંભ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફીકેશનમાં જણાવાયું છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ ઘણી ઉપલબ્ધિઓથી ભરેલું છે. તેમાં આર્ટિકલ 370 હટાવવો અને ત્રીપલ તલાક સામે કાયદો પસાર કરવો પણ સામેલ કરવામાં આવ્યું છે.

Next Story