Connect Gujarat
ગુજરાત

ખુલાસો: અમદાવાદ સિવિલમાં કોરોનાના કેસમાં ઊંચા મૃત્યદર મામલે સુપરિટેન્ડન્ટ પ્રભાકરે કર્યો મોટો ખુલાસો

ખુલાસો: અમદાવાદ સિવિલમાં કોરોનાના કેસમાં ઊંચા મૃત્યદર મામલે સુપરિટેન્ડન્ટ પ્રભાકરે કર્યો મોટો ખુલાસો
X

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમા કોરોનાના રિકવરી રેટ પર ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતાં પણ ઓછો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોના આંકડા સતત વધી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતા પણ ઓછો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ માત્ર 32 ટકા જ છે.

ગુજરાત રિકવરી રેટ 42 ટકા અને દેશમાં રિકવરી રેટ 41 ટકા છે. અમદાવાદના સિવિલમાં ઓછો રિકવરી રેટછે જે ગંભીર બાબત છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ દર્દીના મોત સિવિલ હોસ્પિટલમાં જ થયા છે.

ઊંચા રિકવરી રેટ મામલે સિવિલના OSD ડોક્ટર પ્રભાકરે ખુલાસો કર્યો છે. OSD પ્રભાકરે કહ્યું કે શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર કેસ આવી રહ્યા છે. ગંભીર કેસ આવવાથી સિવિલમાં રિકવરી રેટ ઓછો છે.

ધમણ-1 મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનો ખુલાસો

અમદાવાદમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાના વિવાદ મામલે અસારવા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે ખુલાસો કર્યો હતો. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે લોકોના મનમાં ધમણ 1 અંગે ખોટી ગેરસમજ હતી. અમદાવાદસિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે. અસારવા સિવિલ ખાતે ધમણ 1નું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. તમામ મશીનના ડેમો નિષ્ણાંતો દ્વારા અપાયેલા તમામ સૂચનો બાદ ડેમો પૂર્ણ કરવામાં આવ્યા છે. હવે ધમણ 2 અને ધમણ 3 મોડેલ પણ તૈયાર છે. જલ્દી તેનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવશે. જરૂર પડ્યે અપગ્રેશન કર્યા બાદ વિવિધ મોડેલ ઉપયોગમાં લેવાશે.

Next Story