ડીસા : બેંકનો કેશિયર મોબાઇલમાં મશગુલ, ગ્રાહકો રાહ જોતા રહી ગયાં, વીડીયો થયો વાઇરલ

બનાસકાંઠાના ડીસામાં આવેલી એક બેંકના કેશિયરનો વીડીયો વાઇરલ થઇ રહયો છે જેમાં બેંકમાં ગ્રાહકોની કતાર લાગી હોવા છતાં કેશિયર મોબાઇલમાં વ્યસ્ત જણાય રહયો છે.
મોબાઇલ ફોન દરેક વ્યકતિ માટે હાથવગું સાધન બની ગયું છે ત્યારે આપણે લોકોને સતત મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોતા હોઇએ છીએ. ત્યારે આજે અમે તમને પણ આવા જ એક મોબાઈલ શોખીન બેંક કેશિયરનો વીડિયો બતાવીશું જે જોઈને તમને પણ થોડોક ગુસ્સો આવશે પણ શું કરીએ આ ભાઈ માટે નોકરી કરતાં મોબાઈલ મહત્વનો છે.
આ વીડિયો છે બનાસકાંઠાના ડીસા સ્ટેટ બેન્કના કેશિયરનો અને તે કામના સમયે મોબાઈલમાં મશગુલ છે કેશિયરની બારીની બહાર ગ્રાહકોની લાઈનો છે પણ જાણે કેશિયર માટે મોબાઈલમાં આવતા મેસેજ કામ કરતાં પણ વધુ મહત્વના હોય તેમ લાગી રહયું છે. કલાકો વીત્યા પણ કેશિયર મોબાઈલમાં મશગુલ જ રહયાં ત્યારે લાઈનમાં ઉભેલા ગ્રાહકે કહયુ સાહેબ મારે કામ છે મારે જવું છે પણ કેશિયરે કઈ પણ પ્રત્યુતર આપ્યો ન હતો. આખરે થાકી હારી ગ્રાહકે કેશિયરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ગ્રાહક એક મિનિટ 28 સેકન્ડ સુધી વીડિયો બનાવતો રહ્યો તેમ છતાં કેશિયરે કોઈ પણ ધ્યાન ના આપ્યું ન હતું કે ન તો પોતાની ભુલ સુધારી હતી. આ જોતા તો કદાચ એમ કહેવું યોગ્ય રહેશે કે નોકરી સે જ્યાદા મોબાઈલ બડી ચીજ છે.