Connect Gujarat
Featured

કોરોના સામેની લડાઈમાં XEROX પણ સામેલ, બનાવ્યા વીજળી અને બેટરી વગર ચાલતા વેન્ટિલેટર

કોરોના સામેની લડાઈમાં XEROX પણ સામેલ, બનાવ્યા વીજળી અને બેટરી વગર ચાલતા વેન્ટિલેટર
X

ઝેરોક્સનું (XEROX) નામ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ફૉટોકૉપી તૈયાર કરનારી આ કંપનીએ ડિસ્પોઝીબલ વેન્ટિલેટર તૈયાર કર્યા છે. આ વેન્ટિલેટર ઝેરોક્સ મેડિકલના સાધનો બનાવતી એક કંપની સાથે મળીને તૈયાર કરશે. કંપનીએ જણાવ્યું છે કે આ વેન્ટીલેટરનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આવા 2 લાખ વેન્ટીલેટર ઝેરોક્સ તૈયાર કરશે.

ઝેરોક્સએ બનાવેલા આ વેન્ટીલેટરની વિશેષતા એ છે કે તે વીજળી અને બેટરી વગર ચાલશે. આ વેન્ટીલેટરનું નામ Go2Vent નામ આપવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે ત્યારે ઝેરોક્સની આ સેવા સમગ્ર વિશ્વમાં ઉપયોગી નીવડશે.મિડિયા સાથેની વાતચીતમાં ઝેરોક્સના મુખ્ય ટેકનોલોજી ઓફિસર નરેશ શંકરે જણાવ્યું કે અમે વોર્ટન કંપની સાથે મળી આ વેન્ટીલેટર બનાવ્યું છે. આ જૂન મહિનાથી દર મહિને 1.5થી 2 લાખ વેન્ટીલેટર દર મહિને બનાવીશું.

ઝેરોક્સ એ બનાવેલ વેન્ટીલેટરની કિંતમ હોસ્પિટલો પાસેથી 120 અમેરિકન ડોલર લેવામાં આવશે એટલે કે 7500-8000 રૂપિયાની કિંમતમાં આ વેન્ટીલેટર મળશે. અત્યારે જે હાઇટેક વેન્ટીલેટર મળે છે તેની કિંમત લાખો રૂપિયામાં હોય છે ત્યારે આ વેન્ટીલેટરથી દુનિયા ભરમાં મોટું પરિવર્તન આવશે.

Next Story