ડાંગ જિલ્લાનું ગૌરવ વધારતી વોલીબોલ ટીમ

રાજ્યની ખેલ પ્રતિભાઓને યોગ્ય તક ઉપલબ્ધ કરાવતા રાજ્ય સરકારના ખૂબ જ સફળ રહેલા ખેલ મહાકુંભને કારણે અનેક ખેલ પ્રતિભાઓની ભેટ ગુજરાતને મળી છે. ત્યારે ખેલ મહાકુંભની સાથે આયોજિત થતા ખાસ દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં શારીરિક અને માનસિક ઉણપ હોવા છતાં પણ ધણા રમતપ્રેમીઓ કાઠુ કાઢી રહ્યા છે.

જે આ ખેલ મહાકુંભની સફળતા દર્શાવે છે.  તાજેતરમાં સને ર૦૧૮ના આવા જ એક સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાની દિવ્યાંગ વોલીબોલ ટીમે અનોખો ઉત્સાહ દર્શાવીને, રાજ્યકક્ષાએ ત્રીજુ સ્થાન મેળવવા સાથે બ્રોન્ઝ મૅડલ ડાંગ જિલ્લાને નામે કરવામાં સફળતા મેળવી છે. સ્પેશ્યલ ખેલ મહાકુંભની ઓ.એચ. ઑપન કેટગરીમાં ભાગ લેતા ડાંગના રાજેશ પટેલ સહિત સુનિલ અલબાડ, નિતેશ ભોયે, કિરણ ગાવિત, સુરેશ પવાર, મોહન રાઠોડ, દિલીપ ગાવિત, ઇન્દ્રસિંગ પવાર, તથા જાન્યા નિંબારેની ટીમે રાજ્યકક્ષાની આ ટુર્નામેન્ટ કે જે વ્યારાના દક્ષિણાપથ વિઘાલય ખાતે યોજાઇ હતી.

તેમાં આ સિદ્ધિ મેળવી ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની રર ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી પ્રથમ ક્રમ સાથે અમદાવાદની ટીમે સ્વર્ણપદક, બીજા ક્રમ સાથે સોનગઢ (તાપી)ની ટીમે સીલ્વર, અને ત્રીજા ક્રમે ડાંગ જિલ્લાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ડાંગ જિલ્લા પ્રશાસને વિજેતા ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.

 

LEAVE A REPLY