Connect Gujarat
ગુજરાત

આગામી 17મી જૂને સમગ્ર દેશના ડોક્ટરો હડતાલ પર, ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલું

આગામી 17મી જૂને સમગ્ર દેશના ડોક્ટરો હડતાલ પર, ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલું
X

17મી જૂને દેશના તમામ ડોકટરોએ હડતાલ પર ઉતરવાનો અત્યંત ગંભીર નિર્ણય કર્યો છે. સાથે તેમણે વધુમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, સમાજ અમારો સાથ આપે અને અમે ઇચ્છીએ છીએ કે, કોલકત્તામાં થયેલ હિંસાના આરોપીઓને સજા થાય અને ઉમેર્યું હતું કે દવાખાનામાં થનારી હિંસા માટે અલગથી એક પ્રકારનો કાયદો બનાવવામાં આવે. આ સાથે જ અમે જાહેરાત કરીએ છીએ કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાલ રહેશે.

આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ઇંડિયન મેડિકલ એસોસિએશન ના સેક્રેટરીએ જણાવ્યુ હતું કે આગામી 17મી જૂન ના રોજ દેશના તમામ ડોકટરોની હડતાલ રહશે આ હડતાલમાં ખાનગી દવાખાનાઓ પણ ભાગ લેવાના છે.

ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ છાશવારે થાય છે, જેથી અમે પણ ઇચ્છીએ છીએ કે, આ મામલે એક ચોક્કસ કાયદો બનાવવામાં આવે અને આ પ્રકારની હરકત કરનાર સામે કડક પગલા લઇ દંડ ફટકારવામાં આવે.એમને ઉમેર્યું હતું કે 19 રાજ્યોમાં સેન્ટ્રલ એક્ટ એગેઇન્ટસ વાયોલન્સ ઇન હોસ્પિટલ પાસ થઇ ચૂક્યો છે પરંતુ એક રાજ્યમાં આ પ્રકારનો કાયદો પાસ હજી સુધી થઇ શક્યો નથી. અમને ખબર છે કે, દર્દીઓએ આ હડતાલ દરમિયાન હાલાકી ભોગવવી પડશે પરંતુ અમારી પણ સુરક્ષા જરૂરી છે. આ હડતાલ દરમ્યાન તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામા આવશે આ હડતાલ 17મી જૂન ના સવારે 6 વાગ્યા થી 18 મી જૂન ના સવારે 6 વાગ્યા સુધી રહશે.

Next Story