Connect Gujarat
ગુજરાત

દાહોદ: પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી કર્યો હોબાળો

દાહોદ: પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી કર્યો હોબાળો
X

દાહોદ જિલ્લાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો હતો

દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકાના મોટીમલુના રહેવાસી સુરતાબેન કટારાને ગતરોજ પ્રથમ પ્રસૂતી પીડા ઊપડતાં સુરતાબેનને ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમણે પ્રસૂતિ માટે દાખલ કરી સારવાર શરૂ કરી હતી મોડી રાત્રે હોસ્પિટલમાં સુરતાબેનની પ્રસૂતિ કરાવતી વખતે કોઈક કારણોસર મોત નિપજતા પરિવારજનોમાં રોષ ભાભૂકી ઊઠયો હતો અને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પરિવારજનો આક્ષેપ હતો કે ડોકટરની બેદરકારીને કારણે મૃત્યુ થયું છે અને જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરના ફોજદારી પગલાં ભરવાની માંગ કરી હતી

આ ઘટનાને પગલે પાંચવાડા આરોગ્ય કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર દોડી આવ્યો હતો અને અધિકારીઓએ તેમજ આગેવાનોની સમજાવટ બાદ મામલો થાળે પાડી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોર્સ્ટ મોર્ટ્મ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Next Story
Share it