Connect Gujarat
દેશ

ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો, હાલની કિંમત પહોંચી 73.33 ના નીચલા સ્તરે

ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો, હાલની કિંમત પહોંચી 73.33 ના નીચલા સ્તરે
X

સેન્સેક્સ 509 અંક એટલે કે 1.34 ટકા ઘટીને 37,413 અંક પર આવીને અટક્યો

ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરીથી રૂપિયો રેકોર્ડ બ્રેક 73.33 ના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજે બુધવારે નવા રેટ પ્રમાણે એક ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટી છે. છેલ્લા કેટલાંક સમયથી અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો નબળો થતો જણાઈ રહ્યો છે.

તાજેતરમાં જ આવેલા એક અહેવાલ પ્રમાણે સતત રૂપિયામાં ઘટાડો તથા ક્રૂડ તેલની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજ કરતા વધારે એટલેકે 22,700 કરોડ રૂપિયા ઈનડાયરેક્ટ ટેક્સની આવક થશે. એક રિપોર્ટમાં એવો પણ અંદાજ આપવામાં આવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય બેન્ક વિદેશ વિનિયમ બજારમાં મંગળવારે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઓલ ટાઈમ લો 72.73ની સપાટીએ આવી ગઈ હતી. જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત 78 ડોલર પ્રતિ બેરલથી પણ વધારે થઈ ગઈ છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં મુંબઈ શેર બજારમાં પણ અસર જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 509 અંક એટલે કે 1.34 ટકા ઘટીને 37,413 અંક પર આવીને સ્થિર થયો હતો.

Next Story