• દેશ
વધુ

  સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ શરૂ , ગુજરાત સરકારે પ્રવાસ કરવાના નિયમો કર્યા જાહેર

  Must Read

  ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

  ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

  વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

  રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા...

  ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

  ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો...

  ગાંધીનગર: સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જ્યારે 1 જૂનથી વધુ રેલવે સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે ખાસ નિયમોની માર્ગદર્શિકા બહાર પાડી છે.

  માર્ગદર્શિકામાં ઘરેલુ વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજ્ય પ્રવાસ કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો નહીં હોય, તેવા પેસેન્જરો સીધા જ પોતાના ઘરે જઈ શકશે, પરંતુ આવા આંતરરાજ્ય પ્રવાસીઓએ 14 દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવું જરુરી રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે, અથવા તો રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઈન 104 કે 1075 પર સંપર્ક કરવાનો રહેશે. 

  ભારત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી.

  ·  કોઈ પ્રવાસીમાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે, અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે.

  ·  જે પ્રવાસીમાં સામાન્ય અથવા તો ગંભીર કોરોનાના લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે.

  ·  જે પ્રવાસીમાં હળવા કોરોનાના લક્ષણો જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે.

  ·  સરકારી કે ખાનગી ક્વોરેન્ટાઈન પછી ICMRના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  ·  આઈસોલેશનના સમયગાળા દરમિયાન આવા પ્રવાસી જો પોઝિટિવ જણાશે તો, તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.

  ·  તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ્સ પર અને ફ્લાઈટમાં, ટ્રેનમાં અને બસમાં કોવિડ-19 સંદર્ભે અને સાવચેતીનાં પગલાં માટે જરૂરી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

  · તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક પ્રવાસીનું બોર્ડિંગ પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. કોરોનાના લક્ષણો ધરાવતા પ્રવાસીને માત્ર ફ્લાઈટસ, ટ્રેન કે બસમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.

  · બોર્ડિંગ વખતે અને પ્રવાસ દરમિયાન દરેક પ્રવાસીએ માસ્ક પહેરવાનો રહેશે, તેમજ આરોગ્યના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

  ·  દરેક એરપોર્ટ, રેલવે સ્ટેશન કે બસ ટર્મિનસ પર સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

  ·  એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલને નિયમિત રીતે સેનિટાઈઝ કરવાના રહેશે. તથા જરૂરી સાબુ તથા સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે.

  ·  તમામ પ્રવાસી માટે વિમાની મથક, રેલવે સ્ટેશન કે બસ ડેપોની બહાર નીકળતા સમયે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે.

  ·   વિમાન, ટ્રેન કે બસ મારફતે આંતરરાજ્ય પ્રવાસ કરતા પ્રવાસી માટેની ખાસ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, પ્રવાસીઓને જે તે એજન્સી દ્વારા યાત્રા ટિકીટની સાથે જ શું કરવું અને શું ન કરવું તે અંગેની વિગતો પૂરી પાડવામાં આવશે.

  ·  દરેક પ્રવાસી આરોગ્ય સેતુ મોબાઈલ એપ ફરજિયાત પણે ડાઉનલોડ કરવાની રહેશે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભરૂચ : ચોરીની 14 મોટરસાયકલ સાથે બે રીઢા વાહનચોર ઝડપાયાં

  ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે જિલ્લાના વિવિધ સ્થળોએથી ચોરાયેલી 14 મોટર સાયકલ સાથે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયાં...

  વડોદરા : કરજણ નગરપાલિકાના સદસ્ય-કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 4 દિવસ માટે કચેરીને કરાઇ બંધ

  રાજ્યભરમાં અનલૉકની પ્રક્રિયા બાદ લોકોની બેદરકારીના કારણે દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના સભ્ય અને...

  ભરૂચ : માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાંથી 27 લાખ રૂા.નો વિદેશી દારૂ ઝડપાયો

  ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે માંડવા ટોલપ્લાઝા નજીકથી બે ટ્રકમાં લઇ જવાતો 27 લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બંને...
  video

  અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

  અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ...
  video

  ભરૂચ : જુન અને જુલાઇ મહિના રહયાં કોરોનાના નામે, બે મહિનામાં સૌથી વધુ સંક્રમણ

  ભરૂચ જિલ્લામાં જુન અને જુલાઇ મહિનામાં કોરોના વાયરસ એકદમ ઝડપથી ફેલાયો છે. આ બે મહિના દરમિયાન સંક્રમણના પગલે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા...

  More Articles Like This

  - Advertisement -