Connect Gujarat
દેશ

શેરબજાર દિવસની શરૂઆતમાં જ ડાઉન, નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો નોંધાતા લોવર સર્કિટમાં ફેરવાયું

શેરબજાર દિવસની શરૂઆતમાં જ ડાઉન, નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો નોંધાતા લોવર સર્કિટમાં ફેરવાયું
X

શુક્રવારે ભારતીય શેરબજાર શરૂઆત સાથે જ ડાઉન થયું હતું. નિફ્ટીની શરૂઆતની સાથે જ 10 ટકા તૂટી ગયો હતો અને 45 મિનિટ માટે કારોબાર અટકી ગયો હતો. તમને જણાવી દઈએ કે નિફ્ટીમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો અને તેનાથી લોવર સર્કિટમાં ફેરવાયો હતો. નિફ્ટી 966.10 પોઇન્ટ એટલે કે 10.07 ટકા ઘટીને 8,624.05 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સનો હાલ

સેન્સેક્સમાં

પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. તે 9.43 ટકા એટલે કે 3,090.62 પોઇન્ટ તૂટીને 29,687.52 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ તમામ શેરો લાલ નિશાન

પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી શેરોમાં સૌથી વધુ ગુમાવનારા કોટક

મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે, જે 20 ટકા તૂટ્યો છે. આ ઉપરાંત બીપીસીએલમાં 16.70 ટકા,

એચસીએલ ટેકનોલોજીમાં 15.89 ટકા, ગેઇલમાં 15.32

ટકા અને ટેક મહિન્દ્રામાં 15.06 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Next Story