Connect Gujarat
ગુજરાત

દહેજ: રિલાયન્સ કંપનીએ યોજેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફિલાટેક્સ ઇન્ડિયા લી. વિજેતા બન્યુ

દહેજ:  રિલાયન્સ કંપનીએ યોજેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફિલાટેક્સ ઇન્ડિયા લી. વિજેતા બન્યુ
X

ધીરુભાઈ

અંબાણી મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રિલાયન્સ કંપની દ્ધારા દહેજ ખાતે

કરવામાં આવ્યુ હતુ. જેમાં ફાઇનલ મેચમાં ફિલાટેક્સ ઇન્ડિયાની ટીમે બાજી મારતા કંપની

કામદારોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.

ધીરુભાઈ

અંબાણી મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ

2019-2020 ના

ભાગરૂપે રિલાયન્સ

કંપની ધ્વારા

રિલાયન્સ કપ નું આયોજન

સરસ્વતી ટાઉનશીપ દહેજ ખાતે

કરવામાં આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં દહેજ વિસ્તારની 28 કંપનીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં

ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડે સતત 6 લીગ મેચ,ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલની તમામ

મેચો જીતી લીધી હતી. ફાઇનલમાં મેચ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ ઓપેલ કંપની વચ્ચે રમાઈ હતી. જેમાં ફિલાટેક્સ ઇલેવને ટૉસ

જીતી પ્રથમ બેટિંગ લઇ 20 ઓવરમાં 8 વિકેટએ 142 રન બનાવ્યા હતા. જે સામે બીજા દાવમાં

ઉતરેલ ઓપલ ની ટીમ 19.05 ઓવરમાં 136 રને ઓલ આઉટ થઇ જતાં 6 રન થી ફિલાટેક્સ કંપનીએ વિજય બનતા

રિલાયન્સ કપ પોતાને નામ કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલાટેક્સ ઇન્ડિયા

લિમિટેડના પ્લાન્ટ હેડ વ્યાસ સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપતા હોવાથી અને તેમનું સીધુ

માર્ગદર્શન ખેલાડીઓને મળી રહ્યુ છે. જેને પગલે કંપની ક્રિકેટ ટીમનો ઉત્સાહ બેવડાઈ

જતા આ વર્ષે પણ ધીરુભાઈ અંબાણી મેમોરિયલ કોર્પોરેશન ટુર્નામેન્ટ પોતાને નામ કરી

ત્રીજી વાર ચેમ્પિયન બનતા કંપની કર્મીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

Next Story