Connect Gujarat
આરોગ્ય 

સ્ટ્રકચરલ ઇન્ટીગ્રેશન ફીઝીયો થેરાપીમાં ત્રિજો ક્રમ મેળવી ડો.અલ્પેશ પ્રજાપતિએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું

સ્ટ્રકચરલ ઇન્ટીગ્રેશન ફીઝીયો થેરાપીમાં ત્રિજો ક્રમ મેળવી ડો.અલ્પેશ પ્રજાપતિએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું
X

ચિકિત્સા ક્ષેત્રે દિવસે અને દિવસે નવીન પદ્ધતિઓ અને ટેકનોલોજી ઇજાત થતી રહી છે, જેમાં ફિજીયોથેરાપી પણ બાકાત નથી. વિશ્વભરમાં ખ્યાતિ મેલ્વિન ફિઝિયોથેરાપીની સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રેસન પદ્ધતિની શરૂઆત ભારતમાં દિલ્હીથી શરૂઆત થઈ છે.

ગ્લોબલ એસ.આઈ. સંસ્થાના સ્થાપક ડેવિડે વિશ્વના કેટલાક દેશો બાદ ભારતમાં કોર્ષની શરૂઆત કરી હતી. આ કોર્ષ અઢી વર્ષનો હોય છે, જેમાં દશ મોડ્યુલ હોય અને એક વર્ષ દરમિયાન ચાર મોડ્યુલ ચલાવાય છે. જેમાં પ્રથમ બેચમાં દેશભરમાંમાંથી ૩૦ જેટલા ફિઝિયોથેરાપીસ્ટો એ ભાગ લીધો હતો. જેમાં આખા કોર્ષ દરમિયાન ૧૭ એ આ કોર્ષ પૂરો કર્યો હતો. ગુજરાતમાંથી ફક્ત એક જ ડોક્ટરે આ કોર્ષનો લાભ લીધો હતો, અને ડૉ. અલ્પેશ ભગુભાઈ પ્રજાપતિ આખી બેચમાંથી ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા હતા.

જેથી ગુજરાત સમગ્ર ફિજીયોથેરાપી એસોસિએશન અને ભરૂચમાં ખુશીની લાગણી છવાઈ હતી. એક તરફ આજની લાઈફ સ્ટાઇલના કારણે લોકો માનસિક અને શારિરીક રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે બોડી એલાયમેન્ટ, મેટા ફિઝિકલ, સાયકોલોજીકલ, સ્પિરિચ્યુલ, ઇમોશનલ નવીન પદ્ધતિ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

Next Story