Connect Gujarat
Featured

અમેરિકન્સને કોરોનાની જંગ જીતાડનાર, પોતે જીવનની જંગ હારી ગયા, મૂળ ગુજરાતના ડૉ.મેઘનાબા ચુડાસમા

અમેરિકન્સને કોરોનાની જંગ જીતાડનાર, પોતે જીવનની જંગ હારી ગયા, મૂળ ગુજરાતના ડૉ.મેઘનાબા ચુડાસમા
X

કહેવાય છે ને, સારા લોકોની ભગવાનને પણ જરૂર હોય છે એટલે કર્મથી સારા લોકોને ભગવાન જલ્દી તેમની પાસે બોલાવી લેતા હોય છે. મૃત્યુલોકમાં જન્મેલા દરેક મનુષ્યનો અંત નિશ્ચિત છે અને આ સનાતન સત્ય છે. તેમ છતાં જ્યારે આપણુ કોઇ આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે આપણે ખૂબ જ નિરાશ અને દુ:ખ થઇ જઇએ છીએ. આવી જ એક ઘટના બની છે અમેરિકામાં

મૂળ ગુજરાતના ડૉ.મેઘનાબા ચુડાસમા અમેરિકામાં ડૉક્ટર તરીકે ફરજ બચાવતા હતા. તેમણે કોરોનાના આ મુશ્કેલ સમયમાં અમેરિકન્સની સારવાર કરી અને અમેરિકાના લોકોના દિલ જીતી લીધા હતા, પરંતુ કદાચ વધારે લોકો ડૉ.મેઘનાની સારવારનો લાભ ન લઇ શક્યા અને તેમનુ ડિલીવરી દરમિયાન મોત નિપજ્યુ હતુ. ડિલીવરી દરમિયાન તેમણે બાળકને જન્મ આપ્યો અને પોતે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. તેમનુ બાળક બચી ગયુ છે. કોરોનાની જંગમાં પોતે બધાને હામ આપી અને પોતે જીવનનુ આ યુદ્ધ હારી ગયા છે.

તેમનું મૂળ વતન પીપળ, ધંધુકા છે અને મેઘનાબાના પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ છે. આવી વિદાયથી પરિવારજનો ઉપર પહાડ તૂટી પડવા જેવું દુ:ખ આવી ચડ્યું છે. માત્ર જેમને દુ:ખ પડ્યું હોય એ જ સમજી શકે છે. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, ડો.મેઘનાબા એક યુવા ટેલેન્ટેડ ડૉકટર હતા અને તેઓ અમેરિકામાં ઉચ્ચ પ્રતિષ્ઠીત મેડિકલ ડિગ્રી મેળવીને ત્યાં સ્થાયી થયા હતા. કોરોનાના મુશ્કેલ સમયમાં પોતાની જોખમી ફરજો બજાવતા હતા. દરમિયાનમાં તેઓ પ્રેગનન્સીમાં ડિલિવરી સમયની મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકતા અકાળે અવસાન થયું છે અને એમનું મા વગરનું બાળક બચી ગયું છે.

Next Story