Connect Gujarat
દુનિયા

દુબઇમાં બનશે બુર્જ ખલીફાથી પણ ઉંચો ટાવર

દુબઇમાં બનશે બુર્જ ખલીફાથી પણ ઉંચો ટાવર
X

દુબઇમાં એક અબજના ડોલરના ખર્ચે એક એવો ટાવર બનાવવાની તૈયારી થઇ છે જે બુર્જ ખલીફાથી પણ ઉંચો હશે.બુર્જ ખલીફા હાલ વિશ્વની સૌથી ઉંચી ઇમારત છે.નવો ટાવર ફરતી બાલ્કની સાથેનો હશે અને તેનો નકશો બેબીલોનના ઝુલતા બગીચાથી પ્રેરીત હશે.

સુત્રોના કહેવા મુજબ દુબઇના ક્રિકહાર્બરમાં છ વર્ગ કિલોમીટરના ડેવલોમેન્ટમાં આ ઇમારત ૮ર૮ મીટરની બુર્જ ખલીફાથી પણ ઉંચી હશે. આ ટાવરની ઉંચાઇ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે વિશ્વની સૌથી ઉંચી ઇમારત હશે.

આ ઇમારત પાછળ એક અબજ ડોલરનો ખર્ચ થશે. આ ઇમારતમાં સૌથી ઉપર એક બુટીક હોટેલ પણ બનાવવાનું આયોજન છે.

Next Story