Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરમાંથી નકલી ATSનો પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપાયો, પોલીસ વરદીમાં જમાવતો હતો રોફ

ભરૂચ : અંકલેશ્વરમાંથી નકલી ATSનો પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપાયો, પોલીસ વરદીમાં જમાવતો હતો રોફ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી નકલી ATSનો પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપાયો હતો. હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરની સંસ્કારધામ સોસાયટીમાંથી પોતાને ATSનો પોલીસ ઇન્સ્પેક્ટર બતાવી લોકોમાં રોફ જમાવનાર નકલી ATSનો પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર ખાતે કોઈક પ્રસંગમાં પોલીસ ઇન્સ્પેક્ટર બનીને હાજરી આપવા જતા તેને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે સમગ્ર મામલે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ નકલી પોલીસ ઇન્સપેક્ટર બનીને આવેલા ઇસમે કેટલાક ઠેકાણે લોકો પાસેથી રૂપિયા ઉલેચી ફુલેકુ ફેરવ્યું હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Next Story