Connect Gujarat
ગુજરાત

દ્વારકામાં વિદેશી પક્ષીઓનાં ઝેરી ખોરાક ખાવાથી થયા મોત

દ્વારકામાં વિદેશી પક્ષીઓનાં ઝેરી ખોરાક ખાવાથી થયા મોત
X

સાયબેરિયાથી આવતા કુંજ પક્ષીઓના મોત પાછળ શિકારીઓનું કાવતરું હોવાની શંકા.

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જીલ્લાના રણજીતપર ગામ નજીક આઠ જેટલા વિદેશી કુંજ પક્ષીઓના ઝેરી પદાર્થ ખાઈ જવાથી મૃત્યુ થયા છે. પક્ષીપ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં રોસની લાગણી જોવા મળે છે. આ વિસ્તારના પક્ષી પ્રેમી નારણભાઈ કરનગિયાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કુંજ પક્ષીના મોતની જાણ કરી હતી. વન વિભાગને જાણ કર્યા બાદ કલાકો વીતી જવા પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવ્યું હરકત હતું.

મોટી સંખ્યા માં કુંજ પક્ષી ના મોત નું કારણ જાણવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ એક મૃત કુંજ પક્ષી ને પી.એમ કરાવવા માટે લઈ ગયા હતા.બાકી ના સાત કુંજોના મૃતદેહો ને ત્યાં જ દાટી દેવા માં આવ્યા હતા. પ્રાથમીક તબક્કે શિકારીઓ દ્વારા ઝેરી પદાર્થ ખવડાવ્યા ના મળતા અહેવાલો મળી રહ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શિકારી ઓ ની ગેંગ ને ઝડપી લેવા પક્ષી પ્રેમીઓ એ માંગણી કરી છે. આ વિસ્તાર માં અવર નવાર પક્ષીઓ નાં શિકાર ની ઘટના બનતી રહે છે.

Next Story