Connect Gujarat
શિક્ષણ

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ,નેત્રંગનું સૌથી વધુ તો ઝઘડિયા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ

સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ,નેત્રંગનું સૌથી વધુ તો ઝઘડિયા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ
X

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 5061 છાત્રો પાસ થતા પરિણામ 84.52 ટકા રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં એ1 ગ્રેડમાં 21, એ2 માં 278 અને બી1 માં 970 વિધાર્થીઓએ મેદાન માર્યું છે. કેન્દ્રવાર જોઈએ તો અંકલેશ્વરનું 85.48 ટકા, ભરૂચ 80.84, ઝાડેશ્વર 82.84, જંબુસર 82.78, હાંસોટ 82.17, વાલિયા 75.99, આમોદ 90.95, દયાદરા 85.96 અને થવા કેન્દ્રનું 93.90 ટકા પરિણામ નોંધાયું છે.

Next Story