Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ : શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા હવે ગરબાનો સહારો લેવાશે

અમદાવાદ : શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા હવે ગરબાનો સહારો લેવાશે
X

રાજયમાં કોરોનાના કેસ ઓછા થતાં હવે શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે ગરબાને માધ્યમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ઇન્ટર સ્કુલ ગરબા સ્પર્ધા યોજવામાં આવશે.

કોરોનાની મહામારી દરમિયાન શાળાઓ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું પણ હવે કોરોનાના કેસ ઓછા થયાં છે ત્યારે ઓફલાઇન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઇન્ટર સ્કૂલ ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક સ્કૂલ વિદ્યાર્થીને ગરબાની પ્રેક્ટિસ કરાવશે. ગરબા સ્પર્ધા 11 ઓક્ટોબરથી શરૂ થશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દર વર્ષે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરે છે. ગત વર્ષે કોરોનાને કારણે ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું ન હતું. 11 ઓક્ટોબરથી દરેક ઝોનમાં ગરબા સ્પર્ધાનું આયોજન કરાશે. નિયમ પ્રમાણે દરેક ગરબાની એન્ટ્રીમાં 18 બાળકો જોડાઇ શકશે. ઉપરાંત ચાર બાળકોને ગરબા ગાવા માટે મુકી શકાશે.

Next Story