Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ : નમન સોની JEE એડવાન્સ્ડ-2021ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યો

JEE એડવાન્સ્ડ-2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ

અમદાવાદ : નમન સોની JEE એડવાન્સ્ડ-2021ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દેશમાં છઠ્ઠા ક્રમે આવ્યો
X

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)એ JEE એડવાન્સ્ડ-2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં નમન સોની, અનંત કિડામબી, પરમ શાહ, લિસન કડીવાર, પાર્થ પટેલ અને રાઘવ અજમેરા ટોપ 100માં સ્થાન પામ્યા છે.

જોકે, JEEનું પરિણામ આવ્યું છે, દેશની ખ્યાતનામ IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે, ત્યારે આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. નમન સોની નામના વિદ્યાર્થીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. અમદાવાદના વિદ્યાર્થી નમન સોનીએ ટોપ-50 સુધીમાં રેન્ક આવવાની ગણતરી કરી હતી અને તેનો છઠ્ઠી રેન્ક આવી છે. જોકે, ઓનલાઇન ક્લાસ હોવા છતાં ઘરે ઓફલાઈન ક્લાસ જેવો માહોલ ઉભો કરી નમન સોની પોતાનો અભ્યાસ કરતો હતો, જ્યારે નમન સોની JEE એડવાન્સ્ડ-2021ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ દેશમાં છઠ્ઠા ક્રમે આવતા સમગ્ર ગુજરાત સહિત અમદાવાદનું નામ રોશન કર્યું છે.

Next Story