Connect Gujarat
શિક્ષણ

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે ..

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે જેમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય તો સાથે જ હાંસોટ તાલુકા આચાર્ય મંડળ દ્વારા ગુજરાત રાજ્ય આચાર્ય મંડળના ઉપપ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઈ શાસ્ત્રી,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપ પ્રમુખ પ્રવીણસિંહ ડી.રણા,અંકલેશ્વરની પી.બી.કે. કેમો ફાર્માના રાકેશ પટેલ અને અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ઓ.બી.સી.એશો.ના પમુખ સુરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આમંત્રિત મહાનુભાવોએ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને શુભેરછા પાઠવી હતી અને જીવનમાં પ્રગતિના નવા સોપાન સર કરવાના આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વરની પી.બી.કે. કેમો ફાર્માના રાકેશ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી તેઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના મકાનની છતના સમારકામ માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. સાથે જ તેઓએ શાળાને સંલગ્ન છાત્રાલયમાં જરૂરી ભૌતિક સુવિધાઓ પણ પૂરી પાડવા ખાતરી આપી હતી.

ભરૂચ જિલ્લા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પ્રવીણસિંહ ડી.રણા 30 વર્ષની સેવા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા હોવાથી હાંસોટ તાલુકા આચાર્ય સંઘ અને આર.કે.વકીલ હાઈસ્કૂલ ઇલાવ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આર.કે.વકીલ શાળાના આચાર્ય ધર્મેશ જોષી,આદર્શ કેળવણી મંડળના પ્રમુખ ઉમેદભાઈ પટેલ,કેરશી ઇલાવ્યા,જયેશ પટેલ તેમજ શાળાના શિક્ષકો,ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેન્દ્રસિંહ કઠવાડિયા અને હરેશ પટેલે કર્યું હતું

Next Story