Connect Gujarat
શિક્ષણ

ભરૂચ: લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઑફ ફાર્મસી ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાઈ

ભરૂચ: લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઑફ ફાર્મસી ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાઈ
X

લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઑફ ફાર્મસી ખાતે ગુજકોસ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા અનુદાનિત એક દિવસની નેશનલ કોન્ફરન્સ નું immunomodulator Nutraceuticals and It's Quality Control વિષય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદના ફાર્મસી ડિપાર્ટમેન્ટના વડા ડો. વિજય પરમાર હાજર રહી અને સ્પર્ધકોને પ્રેરણા આપી હતી॰ આ કોન્ફરન્સ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે ફાર્મસી કોલેજ ઉમરાખના પ્રિન્સિપાલ ડો. ધીરેન શાહ તથા ફાર્મસી કોલેજ મહારાષ્ટ્રના ડોક્ટર હિતેન્દ્ર મહાજન તથા ટેકનો. ઇન્ડિયા યુનિવર્સિટી કોલકાતાના ફાર્મસી ડિપાર્ટમેન્ટના વડા ડો. ડી. જે.સેને આ વિષય પર જુદા જુદા સેમિનાર આપ્યા હતા.


બપોર પછી કોન્ફરન્સના બીજા ભાગમાં 35 થી વધારે સ્પર્ધકોએ e poster સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં જજ તરીકે ભગવાન મહાવીર યુનિવર્સિટી, સુરત ના પ્રિન્સિપાલ ડોક્ટર વિનીત જૈન તથા ફાર્મસી કોલેજ, ગાંધીનગરના પ્રિન્સિપલ ડોક્ટર ધર્મેશ ગોળવાલા તથા ફાર્મસી કોલેજ, રામપુરાના પ્રોફેસર ડો સુરેશ જૈને સેવા આપી હતી. આ કોન્ફરન્સના સમાપન સમારંભના અતિથિ વિશેષ તરીકે ક્યોર-ઇલ ફાર્મા, અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર જીગ્નેશ પટેલ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમના સફળ સંચાલન બદલ સંસ્થાના ટ્રસ્ટીયોગેશ પારીક તથા કરણ જોલીએ કાર્યક્રમના કોર્ડીનેટર ડોક્ટર નિધિ ચૌહાણ તથા ઋજુતા મિસ્ત્રી ને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમના સફળ સંચાલન બદલ પ્રિન્સિપાલ કિશોર ધોલવાણીએ સૌ સ્ટાફ મિત્રોનો વિવિધ કમિટીમાં સેવા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story