Connect Gujarat
શિક્ષણ

ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં ગણિતના વર્કશોપનું આયોજન

પેપર કટીંગ તથા ચાર્ટ વગેરે જેવી એકટીવીટી વિધાર્થીઓ પાસે કરાવી ગણિતની પાયા સંકલ્પનાને દૃઢ કરવામાં આવી હતી

ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં ગણિતના વર્કશોપનું આયોજન
X

નારાયણ વિદ્યાલય દ્વારા ધો- ૫ થી ૯ ના વિધાર્થીઓ માટે ગણિત વિષયના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિધાલયના ધો- ૫ થી ૯ નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિતના બેઝીક ખ્યાલો ડેવલોપ થાય તે માટે વિશિષ્ટ વર્કશોપનું આયોજન નારાયણ બાપુના આશ્રમમાં કરવામાં આવ્યુ હતું. જેમાં તજજ્ઞ વિરલ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ, પેપર કટીંગ તથા ચાર્ટ વગેરે જેવી એકટીવીટી વિધાર્થીઓ પાસે કરાવી ગણિતની પાયા સંકલ્પનાને દૃઢ કરવામાં આવી હતી.ગણિતનાં વર્ક શોપ દ્વારા વિધાર્થીઓમા ગણિતનો ડર દૂર કરવાના પ્રયાસરૂપે રમતાં રમતાં ગણિતના સિધ્ધાંતોની સમજ આપી શીખવાડવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં શાળાના આચાર્ય ડો.ભગુ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો


Next Story