Connect Gujarat
શિક્ષણ

CBSE 10નું પરિણામ થયું જાહેર; આ વર્ષે છોકરીઓનું પ્રદર્શન છોકરાઓ કરતા વધુ સારું

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના 10મા વર્ગના વિદ્યાર્થીઓના પરિણામની લાંબી રાહ આજે બપોરે 12 વાગ્યે સમાપ્ત થઈ.

CBSE 10નું પરિણામ થયું જાહેર; આ વર્ષે છોકરીઓનું પ્રદર્શન છોકરાઓ કરતા વધુ સારું
X

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના 10મા વર્ગના વિદ્યાર્થીઓના પરિણામની લાંબી રાહ આજે બપોરે 12 વાગ્યે સમાપ્ત થઈ. કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરને કારણે બોર્ડ દ્વારા 10મી અને 12મી બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. તાજેતરમાં બોર્ડે 12માનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામ ખૂબ સારા આવ્યા છે. જ્યારે CBSE 10નું પરિણામ પણ અપેક્ષા મુજબ હતું. આ વર્ષે ધોરણ 10ના લગભગ 21 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે પાસ થવાની ટકાવારી 99.04 છે.

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જઈને તેમના 10મા ધોરણના બોર્ડના પરિણામ 2021 ચકાસી શકે છે. સત્તાવાર વેબસાઇટ્સ સિવાય, પરિણામ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ડિજીલોકર વેબસાઇટ digilocker.gov.in પર પણ ચકાસી શકાય છે. નોંધનીય છે કે 16 હજાર 639 વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, ટૂંક સમયમાં આ વિદ્યાર્થીઓના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12ના પરિણામો જોઈએ તો છોકરાઓની સરખામણીએ છોકરીઓનું પ્રદર્શન સારું રહ્યું છે અને અગાઉના વર્ષના પરિણામ જેવું જ રહ્યું છે. આ વર્ષે છોકરીઓની પાસ ટકાવારી 99.24% હતી જ્યારે છોકરાઓની 98.89% એટલે કે છોકરીઓ છોકરાઓ કરતા 0.35 ટકા આગળ હતી.

પ્રદેશની દ્રષ્ટિએ, ત્રિવેન્દ્રમ CBSE 10ના પરિણામોમાં ટોપ પર છે, ત્યારબાદ બેંગલુરુ બીજા નંબરે છે. જ્યારે ચેન્નાઈ ત્રીજા સ્થાને, ચોથા સ્થાને પુણે અને પાંચમા નંબરે અજમેર છે. આ પછી, પાસિંગ ટકાવારીના આધારે, પટના, ભુવનેશ્વર, ભોપાલ, છત્તીસગઢ, દેહરાદૂન, પ્રયાગરાજ, નોઈડા, દિલ્હી પશ્ચિમ, દિલ્હી પૂર્વ અને ગુવાહાટી છે.

દિલ્હી ક્ષેત્રના 98.19% બાળકો 10માં ધોરણમાં પાસ થયા. વિદેશી વિદ્યાર્થીઓનું પરિણામ 99.92% હતું. ખાસ વાત એ છે કે 12ની જેમ કેન્દ્રીય વિદ્યાલયોનું 10માનું પરિણામ પણ 100%આવ્યું છે.

Next Story