Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઈ...

28 માર્ચના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટની રાહ જોઇ રહ્યા છે

ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઈ...
X

આગામી તા. 28 માર્ચના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટની રાહ જોઇ રહ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઈ ગઈ છે. જેથી હવે વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાના બેઠક ક્રમાંક અને સ્થળ જોઈ શકશે. અત્રે મહત્વનું છે કે, શાળા દ્વારા હોલ ટિકિટ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્કૂલ પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોટા અને સિક્કા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે પરીક્ષા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવશે.

આગામી તા. 28 માર્ચથી રાજ્યભરમાં શરૂ થવાની છે, ત્યારે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. 28 માર્ચથી શરૂ થનાર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે. આ સાથે જ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુક્ત રાખવા પોલીસ દ્વારા અમલી ''જીવન આસ્થા હેલ્પલાઇન''નો વ્યાપ વધારવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકારે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. તેમ જણાવી મંત્રીએ રાજ્ય સરકાર વતી લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story