Connect Gujarat
શિક્ષણ

મોદી સરકારનો મોટો નિર્ણય; મેડિકલ કોલેજોમાં OBC અને EWS કોટાના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

મોદી સરકારનો મોટો નિર્ણય; મેડિકલ કોલેજોમાં OBC અને EWS કોટાના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
X

મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS/MD/MC/DIPLOMA/BDS/MDS) મમાટે 27 ટકા અને EWS કોટામાં 10 ટકા અનામત મળશે. આ સ્કીમ 2021-2022ના સત્રથી લાગૂ થશે.

જાણકારી પ્રમામે આશરે 5550 વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને EWS ને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા રિવ્યૂ મીટિંગ પણ કરી હતી.

મહત્વનું છે કે NDA ના અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ કોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાલ વર્ગના ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી.

Next Story