Connect Gujarat
શિક્ષણ

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર; 691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર જાહેર કર્યું

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર; 691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. 4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 હજાર 455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓ છે. જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થીઓ છે. જ્યારે 5 હજાર 885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મેળવ્યો.

શાળા સંચાલકો પરિણામ ઈંડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગ ઈન કરીને ડાઉનલોડ કરી શકેશ. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી પરિણામની જાણ કરવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.

રાજ્યમાં 99થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3999 જ્યારે 98થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8007 છે. 96થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 16167 છે. 94થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 24043 છે. 92થી વધારે percentile Rank મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 32478 છે.

Next Story