Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે, રૂ. 6 કરોડનો કરાશે ખર્ચ

મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ આપશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ને ટેકનોલોજી સભર શિક્ષણ આપવા માટે મોબાઈલ આપશે

અમદાવાદ મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ અપાશે, રૂ. 6 કરોડનો કરાશે ખર્ચ
X

અમદાવાદમાં મનપાની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ આપશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ને ટેકનોલોજી સભર શિક્ષણ આપવા માટે મોબાઈલ આપશે. મનપા સ્કૂલોના 5 હજાર બાળકોને મોબાઈલ મળશે. મનપા વિદ્યાર્થીઓને 12 હજાર સુધીની કિંમતના મોબાઈલ આપશે. આ મોબાઈલ ફોન માટે અંદાજે રૂ. 6 કરોડનો ખર્ચ થશે

ગઇકાલે પણ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ 4 સ્માર્ટ સ્કૂલોની ભેટ આપવામાં આવી. અમિત શાહે ગઇકાલે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલ નું લોકાર્પણ કર્યું હતું. જેમાં નારણપુરા, થલતેજ, ઘાટલોડિયા અને ગાંધીનગરમાં કુલ ચાર સ્માર્ટ સ્કૂલ નું અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રોજે રોજ સરકારી સ્માર્ટ શાળા બની રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અત્યાર સુધી 20 સ્માર્ટ શાળાઓ બનાવી દેવામાં આવી છે અને આવનાર સમયમાં તમામ વોર્ડમાં સ્માર્ટ શાળાઓ બનાવવાનો લક્ષ્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સ્માર્ટ સ્કૂલ,અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત શાળામાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શિક્ષણ કાર્ય માટે ઉચ્ચતમ લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકોની નિમણૂક ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથે કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણ સજ્જ શાળાનું નિર્માણ કરાઈ રહ્યું છે. આવી સ્માર્ટ શાળામાં બાળકો જાતે જ સ્માર્ટ ટીવી નો ઉપયોગ કરીને સ્માર્ટ જ્ઞાન સંવર્ધન કરી શકે છે. સ્માર્ટ શાળામાં વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકો અસરકારક રીતે ભણતરના પાઠ શીખે છે. ઇન્સ્ટોલ થયેલ અભ્યાસક્રમો સ્માર્ટ બોર્ડ દ્વારા ભણાવવામાં આવે છે

Next Story