Connect Gujarat
શિક્ષણ

ગુજરાતમાં કેનેડા બાદ યુએસએ વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યું છે

રાજ્યમાંથી આ વર્ષે કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે.

ગુજરાતમાં કેનેડા બાદ યુએસએ વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યું છે
X

રાજ્યમાંથી આ વર્ષે કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ગુજરાતમાંથી આ વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ યુ.એસ.એમાં અભ્યાસ માટે જશે. કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હજાર જેટલી છે. કેનેડાની સીધી ફ્લાઇટ અને કડક નિયમોને કારણે વિદ્યાર્થીઓ યુ.એસ.એ પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.

રાજ્યના વિદ્યાર્થીઓમાં કેનેડા બાદ યુ.એસ.એ પહેલી પસંદ બની રહ્યું છે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ યુ.એ જશે. કેનેડાની સરખામણીએ કોર્સની ફી માં પણ ફેરફાર જોવા મળી મળે છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે કેનેડાની સરકાર દ્વારા વારંવાર નિયમોમાં ફેરબદલી ને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે.ગુજરાતમાંથી 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે. 2019માં 48051 ગયા હતા જેની સામે 2020માં 23156 વિદ્યાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતી વિદેશ ભણવા ગયા હતા.ઓસ્ટ્રેલિયાએ પોતાની બોર્ડર ખુલ્લી કરી નથી, કેનેડામાં પણ ઘણી મુશ્કેલી છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓને પસંદ યુ.એસ.એ બની રહ્યું છે. આ ઉપરાંત યુ.એસ.એમાં સરકાર બદલાતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પોલિસીમાં પણ ફેરફાર આવ્યા છે. જેથી વિદ્યાર્થી યુ.એસ ને પસંદ કરી રહ્યાં છે.

Next Story