Connect Gujarat
શિક્ષણ

ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓની પરીક્ષાના કાર્યક્રમમાં થયા મોટા ફેરફાર,વાંચો ક્યારથી શરૂ થશે પરીક્ષા

કોરોનાકાળ બાદ ગુજરાતમાં શિક્ષણ રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે

ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓની પરીક્ષાના કાર્યક્રમમાં થયા મોટા ફેરફાર,વાંચો ક્યારથી શરૂ થશે પરીક્ષા
X

કોરોનાકાળ બાદ ગુજરાતમાં શિક્ષણ રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત બોર્ડની શાળામાં વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ બદલવામાં આવ્યો છે.રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21થી 30 એપ્રિલ ને બદલે હોવાથી 19થી 28 એપ્રિલ દરમિયાન ચાલશે.

નોંધનીય છે કે, દેશભરમાં જવાહર નવોદય વિદ્યાલય 30 એપ્રિલ પરીક્ષા હોવાથી ધોરણ 9 અને 11ની પરીક્ષાનો કાર્યક્રમ બદલવામાં આવ્યો છે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઉત્તરોત્તર ઘટી જનજીવન ધીમે-ધીમે પાટે ચડી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ શાળા-કોલેજો ખોલવાની મંજૂરી આપી છે તો કોવિડ નિયમોમાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગે તાજેતરમાં આ મહત્વની જાહેરાત કરી હતી આમ ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે

Next Story