Connect Gujarat
શિક્ષણ

ઉમેદવારો માટે રાહતના સમાચાર, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઈ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ..?

તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ અનેક ઉમેદવારો ભરી રહ્યાં છે. જયારે ફોર્મ ભરવાની સમસ્યા ઉભી થઇ છે. આથી આ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે.

ઉમેદવારો માટે રાહતના સમાચાર, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો કઈ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ..?
X

તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ અનેક ઉમેદવારો ભરી રહ્યાં છે. જયારે ફોર્મ ભરવાની સમસ્યા ઉભી થઇ છે. આથી આ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે. જેથી ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ફોર્મ ભરવાની મુદ્દતમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 15ના બદલે હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનું આ અંગે નિવેદન કર્યુ હતું.

પંચાયતની જુદા જુદા સંવર્ગની જાહેરાત પ્રસિદ્વ કરી છે. આ તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવામાં સમસ્યાની માહિતી મળી છે. આ માટે ડેટા સેન્ટરમાં વધુ બે સર્વર મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આથી 21 તારીખ સુધી ફી ભરી શકશે. આ વખતે પણ ફોર્મ ભરવા લાંબી મુદત આપી છે. જેથી હવે 17 ફેબ્રુઆરી સુધી અરજી ફોર્મ એટલે અવધિ 2 દિવસ વધારવામાં આવી છે. જ્યારે 21 તારીખ સુધી ઉમેદવારો ફી ભરી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવામાં તકલીફ ન પડે એ માટે 2 સર્વર પણ વધારી દીધા હોવાની માહિતી પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા એ આપી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) વર્ગ-3 સંવર્ગની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરી 2022થી શરૂ કરીને 15 ફેબ્રુઆરી સુધી અરજી કરવાની તારીખ હતી. પણ સર્વરમાં લોડ આવવાને કારણે હજુ પણ ઘણા વિદ્યાથીઓ છે જે ફોર્મ ભરી શક્યા નથી જેને લઈ ને આજે બ્રિજેશ મેરાજા દ્વારા પત્રકાર પરિષદ કરી અરજી ફોર્મ સ્વીકારની તારીખ લંબાવી દેવામાં આવી છે.

Next Story