Connect Gujarat
શિક્ષણ

રાજસ્થાન REET પરીક્ષા રદ, લેવલ 2 ની પરીક્ષા ફરીથી લેવામાં આવશે

રાજસ્થાન સરકારે રાજસ્થાન શિક્ષક ભરતી (REET 2021) પરીક્ષા રદ કરી છે.

રાજસ્થાન REET પરીક્ષા રદ, લેવલ 2 ની પરીક્ષા ફરીથી લેવામાં આવશે
X

રાજસ્થાન સરકારે રાજસ્થાન શિક્ષક ભરતી (REET 2021) પરીક્ષા રદ કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે લેવલ ટુની REET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને એ પણ માહિતી આપી હતી કે લેવલ ટુની શિક્ષક ભરતી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પેપર લીકની ઘટનાને કારણે ભરતી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલાની સીબીઆઈ તપાસ માટે રાજ્ય સરકાર પર દબાણ પણ હતું. આવી સ્થિતિમા મુખ્યમંત્રીએ 07 ફેબ્રુઆરીની બેઠકમાં આ ભરતી રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે મુખ્યમંત્રીએ REETમાં 30 હજાર વધુ પોસ્ટની જાહેરાત કરી છે. કુલ 62 હજાર પોસ્ટ માટે લેવલ 2 REET પરીક્ષા હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ પાત્રતા કસોટી અને બીજી અંતિમ વિષય મુજબની પરીક્ષા હશે.

Next Story