Connect Gujarat
શિક્ષણ

ધો.10 નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ,જાણો કયા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું આવ્યું..?

બોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધો.10 નું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ,જાણો કયા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું આવ્યું..?
X

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ gseb.org પર પરીક્ષાનુ પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે. વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ આવ્યું છે.

478 વિદ્યાર્થીને A-1 ગ્રેડ,2505 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો છે.વડોદરા શહેર-જિલ્લામાં ધો.10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.વિદ્યાર્થીઓના પરિણામને લઇને વાલીઓ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કોરોનાના કપરા કાળ પછી કસોટી સમાન પરીક્ષા બની રહી હતી. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ જાહેર થયું છે.

Next Story