Connect Gujarat
શિક્ષણ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં "ઉનાળુ વેકેશન" જાહેર, તા. 9 મેથી 35 દિવસનું વેકેશન રહેશે...

9 મેથી 12 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસ સુધી ઉનાળુ વેકેશન રહેશે, અને તા. 13 જૂનના રોજ રાજ્યભરની પ્રાથમિક શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, તા. 9 મેથી 35 દિવસનું વેકેશન રહેશે...
X

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી તા. 9 મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 35 દિવસ બાદ તા. 13 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે. આ વખતે પરીક્ષામાં વિલંબ થઈ રહ્યો હોવાના કારણે વેકેશન પણ મેં મહિનાથી જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉનાળુ વેકેશનને લઇ પત્ર લખવામાં આવ્યો છે.


જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તા. 9 મેથી 12 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસ સુધી ઉનાળુ વેકેશન રહેશે, અને તા. 13 જૂનના રોજ રાજ્યભરની પ્રાથમિક શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દર વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળા, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં તા. 09/05/2022થી 12/06/2022 સુધી (35 દિવસ) ઉનાળુ વેકેશન રહેશે અને, તા. 13/06/2022 થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.

Next Story