Connect Gujarat
શિક્ષણ

સુરત:VNSGUમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટયું હોવાના આક્ષેપ

પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.

સુરત:VNSGUમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટયું હોવાના આક્ષેપ
X

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી.

વારંવાર પેપર ફૂટી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતા શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી. યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલાં જ પેપર ખૂલ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે, જેથી એક્ઝામ સુપરિન્ટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

Next Story