Connect Gujarat
શિક્ષણ

કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ

વિદ્યાર્થીઓએ લોન લઈ ફી ભરી વિઝા મેળવ્યા, પણ ફ્લાઈટો બંધ હોવાને કારણે કેનેડા જઇ શકતા નથી

કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ
X

કેનેડા સરકારે ભારતથી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુકતા ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાયું છે.વિદ્યાર્થીઓએ લોન લઈ ફી ભરી વિઝા મેળવ્યા, પણ ફ્લાઈટો બંધ હોવાને કારણે કેનેડા જઇ શકતા નથી.આથીકેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.કેનેડા સરકારે ભારતથી આવતી ફ્લાઈટો પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવતા વિદ્યાર્થીઓ ડાયરેકટ કેનેડા જઇ શકતા નથી.વિદ્યાર્થીઓએ 6 મહિનાથી કેનેડામાં પ્રવેશ મેળવી લીધો છે અને વિઝા પણ મળી ગયા છે, પરંતુ ફ્લાઈટો બંધ હોવાને કારણે કેનેડા જઇ શકતા નથી.

આ વિદ્યાર્થીઓએ 6 મહિનાથી એડમિશન મેળવી લાખો રૂપિયા ફી ભરી છે, પણ ફ્લાઈટો બંધ હોવાને કારણે તેઓ કેનેડા જઇ શકતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અહીંયા રહીને જ રાત્રે ઓનલાઇન અભ્યાસ કરવો પડે છે.કારણ કે કેનેડાના સમય મુજબ ત્યાં દિવસ હોય ત્યારે અહીંયા રાત્રી હોય છે..અને વિદ્યાર્થીઓને રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી જાગવું પડે છે.

Next Story