Connect Gujarat
શિક્ષણ

રાજયનું શિક્ષણ વિભાગ આજે બપોરે વિદ્યાસહાયકોનું કામ ચલાઉ મેરીટ લિસ્ટ જાહેર કરશે

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જે કામ ચલાઉ વિદ્યા સહાયકનું મેરીટ જાહેર કરાશે. જેમાં 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યાઓ ભરાશે.

રાજયનું શિક્ષણ વિભાગ આજે બપોરે વિદ્યાસહાયકોનું કામ ચલાઉ મેરીટ લિસ્ટ જાહેર કરશે
X

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જે કામ ચલાઉ વિદ્યા સહાયકનું મેરીટ જાહેર કરાશે. જેમાં 3300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યાઓ ભરાશે. તેમજ આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે, બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગ માં ફાઇલ મોકલી છે. તેમજ ટૂંક સમયમાં શિક્ષકોનો બદલી કેમ્પ નું આયોજન કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આજે બપોરે 3.30 કલાકે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. તેમજ ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે.

17 માર્ચ થી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે. કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી જે શિક્ષકોની બદલીઓ રોકાઈ રહી હતી તે બદલ હવે થવાની તૈયારી છે. આજે જે કામચલાઉ લિસ્ટ બહાર પડશે તમા જો કોઈને ફેર બદલ કરવો હોય તો તે માટે અરજી કરવાનો સમય પણ આપવામાં આવ્યો છે. ત્યારે આ બદલીઓ સરકાર માટે લાભદાયી રહે છે કે કે નહીં તે આગામી સમયમાં જોવાનું રહ્યું.

Next Story