Connect Gujarat
શિક્ષણ

શિક્ષા મંત્રાલય દ્વારા દેશની ટૉપ 10 કોલેજોનું લિસ્ટ જાહેર, વાંચો કઈ કોલેજે પ્રાપ્ત કર્યો રેન્ક

શિક્ષા મંત્રાલય દ્વારા દેશની ટૉપ 10 કોલેજોનું લિસ્ટ જાહેર, વાંચો કઈ કોલેજે પ્રાપ્ત કર્યો રેન્ક
X

શિક્ષણ મંત્રાલયે દેશની વિભિન્ન બેસ્ટ કોલેજોનું લિસ્ટ કર્યુ જાહેર, અમદાવાદની IIM મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ, દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસને બેસ્ટ કૉલેજ તરીકે પસંદ કરાઈ. ઍન્જિનિયરિંગ કૉલેજમા IIT મદ્રાસ ટોપ પર જ્યારે AIIMS દિલ્હી બેસ્ટ મેડિકલ કૉલેજ તરીકે પસંદ કરાઈ છે.

શિક્ષા મંત્રાલયે આજે ગુરુવારે દેશની અલગ અલગ કોલેજોનું કેટેગરી મુજબ રૅન્કિંગ જાહેર કર્યુ હતું. જેમાં ઓવર ઓલ સહિત વિભિન્ન કેટેગરી મુજબ ટૉપ 10 કોલેજોની યાદી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ રૅન્કિંગ જાહેર કરવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ જ રાખવામાં આવ્યો હતો.

એનઆઈઆરએફ રેન્કિંગ 2021: આ ઑવરઓલ કેટેગરીમાં દેશની ટોચની 10 સંસ્થાઓ છે.

  • NIRF રેન્ક 1- IIT મદ્રાસ
  • NIRF રેન્ક 2- IISC, બેંગ્લોર
  • NIRF રેન્ક 3- IIT, બોમ્બે
  • NIRF રેન્ક 4- IIT, દિલ્હી
  • NIRF રેન્ક 5- IIT, કાનપુર
  • NIRF રેન્ક 6- IIT, ખડગપુર
  • NIRF રેન્ક 7- IIT, રૂરકી
  • NIRF રેન્ક 8- IIT, ગુવાહાટી
  • NIRF રેન્ક 9- JNU, દિલ્હી
  • NIRF રેન્ક 10- BHU, વારાણસી
Next Story