Connect Gujarat
શિક્ષણ

વલસાડ : "બેટી બચાવો, બેટી પઢાઓ" યોજના અંતર્ગત જિલ્લા ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

વલસાડ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્‍ક ફોર્સની બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે મળી હતી.

વલસાડ : બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્‍ક ફોર્સની બેઠક મળી
X

વલસાડ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્‍ક ફોર્સની બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે મળી હતી.

આ બેઠકમાંમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ કાર્યક્રમો, તેના ખર્ચ અને ભવિષ્‍યમાં થનાર કાર્યક્રમો વિશે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં સમિતિના પ્રત્‍યેક સભ્‍યોના મંતવ્યો લેવામાં આવ્‍યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ, નાયબ પોલીસ અધિશ્રક (હેડ ક્‍વાર્ટર), નોડલ ઓફિસર-જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ અન્‍ય સમિતિના સભ્‍યો હાજર રહ્યા હતા.

Next Story