Connect Gujarat

કોરોના વાઈરસ : EENADU ગ્રુપના ચેરમેન રામોજી રાવે આંધ્ર અને તેલંગાણા રાજ્ય માટે 10-10 કરોડનું દાન આપ્યું

કોરોના વાઈરસ : EENADU ગ્રુપના ચેરમેન રામોજી રાવે આંધ્ર અને તેલંગાણા રાજ્ય માટે 10-10 કરોડનું દાન આપ્યું
X

કોરોના વાઈરસના વધતાં સંક્રમણ અને લોકડાઉનની સમસ્યામાં સંપડાયેલા દેશની મદદ કરવા માટે અનેક ઉદ્યોગકારો સામે આવ્યા છે. જેમાંના એક EENADU ગ્રુપના ચેરમેન રામોજી રાવ છે. જેમણે કોવિડ-19 સામે ઝઝૂમી રહેવા તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાહત ભંડોળમાં 10 કરોડની રકમ દાન કરી છે.

કોરોના સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતી વિશે વાત કરતાં રામોજી રાવે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તેઓ સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનને મળી શક્યા નથી. પણ આ રકમ સંબંધિત ખાતામાં જમા થઈ ગઈ છે.

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ સમય પણ નહી ટકે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. આપણે સાથે મળીને આ પરિસ્થિતીને સામનો કરવાનો છે. હું આ લડત સામે લડનારા મુખ્યપ્રધાનને શુભેચ્છા પાઠવું છું. આશા છે કે, તેલુગુ રાજ્યના લોકોમાં સ્વાસ્થયમાં જલ્દીથી સુધારો થાય.

Next Story
Share it