• ગુજરાત
વધુ

  લોકડાઉન વચ્ચે આજે ઈદની ઉજવણી, PM મોદીએ કર્યું ટ્વીટ- ઈદ મુબારક!

  Must Read

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના...

  કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે આજે ઈદ-ઉલ-ફિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકડાઉનને કારણે લોકોને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરવામાં આવી રહી છે. જામા મસ્જિદના શાહી ઈમામદ સૈયદ અહેમદ બુખારીએ લોકોને અપીલ કરી કે, ઈદની સાદગીથી ઉજવણી કરો અને ગરીબ લોકો તેમજ પડોશીઓને મદદ કરો.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય રાજકીય પક્ષના નેતાઓએ ઈદની શુભેચ્છા પાઠવી છે.

  વડાપ્રધાન મોદીએ ઈદની શુભેચ્છા પાઠવી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, ઈદ મુબારક, ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે આપ સૌને શુભકામનાઓ. આ વિશેષ તહેવાર આપણા બધાના જીવનમાં ભાઈચારો અને શાંતિ લાવે છે. દરેક ખુશ રહે, સ્વસ્થ રહે.

  રાષ્ટ્રપતિએ ઈદની શુભેચ્છા પાઠવી

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ઈદ મુબારક! આ ઉત્સવ પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું પ્રતીક છે. ઈદના દિવસે સમાજના જરૂરીયાતમંદ લોકોની પીડા વહેંચવાની અને તેમની સાથે ખુશહાલી વહેંચવાની પ્રેરણા મળે છે. આવો, આ શુભ પ્રસંગે ચાલો આપણે એકતાને મજબૂત કરીએ અને કોવિડ-19ને રોકવા માટે સામાજિક અંતરના ધોરણોને અનુસરીએ.

  રાહુલ ગાંધીએ ઈદની શુભેચ્છા પાઠવી

  રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. રાહુલે ટ્વીટર પર લખ્યું કે, આપ સૌને ઈદ મુબારક!

  મુસ્લિમ ધર્મગુરુઓએ ઈદની ઉજવણી કરતી વખતે લોકડાઉન નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી

  રવિવારે દિલ્હીના અગ્રણી મુસ્લિમ ધાર્મિક નેતાઓએ લોકોને ઈદની ઉજવણી કરતી વખતે સામાજિક અંતરના તેમજ લોકડાઉનના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.જામા મસ્જિદના શાહી ઈમામદ સૈયદ અહેમદ બુખારીએ લોકોને અપીલ કરી હતી કે, ઈદની સાદગીથી ઉજવણી કરો અને ગરીબ લોકો તેમજ પડોશીઓને મદદ કરો. કોરોના વાઈરસને કારણે ઈદની નમાઝ પરંપરાગત રીતે નહીં કરવામાં આવે. પરંતુ આપણે સમજવું જોઈએ કે, સાવચેતી રાખીને જ વાઈરસ સામે જીતી શકાય છે.

  ફતેપુરી મસ્જિદના શાહી ઈમામ મુફ્તિ મુકરમ અહમદે જણાવ્યું હતું કે, ચાંદ જોવા મળ્યો છે, અને સોમવારે ઈદની ઉજવણી કરવામાં આવશે. આપણે એકબીજાને ગળે મળવાનું કે હાથ મિલાવવાનું ટાળવાનું છે.

  કોરોના વાઈરસના ફેલાવાને અંકુશમાં રાખવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મસ્જિદો સહિતના તમામ ધાર્મિક સ્થળો બંધ છે. મુસ્લિમ ધાર્મિક આગેવાનોએ લોકોને ઘરે જ ઈદની નમાઝ પઢવા વિનંતી કરી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

  More Articles Like This

  - Advertisement -