• લાઇફસ્ટાઇલ
વધુ

  ઈલાયચીનો સોની સબના “જીજાજી છત પર હૈ” માં નવો અવતાર

  Must Read

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા...

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં...

  સોની સબ પર રોમેન્ટિક કોમેડી જીજાજી છત પર હૈમાં દર્શકોને તેમની વહાલી ઈલાયચી (હિબા નવાબ) હવે સંપૂર્ણ નવા અવતારમાં જોવા મળવાની છે. આ પેટ પકડાવીને હસાવતા શોમાં ઈલાયચી લાજવંતીનું રૂપ ધારણ કરવાની છે, જે તેની નવી હાસ્યસભર રીત અને નવા સૂરીલા અંદાઝમાં દર્શકોને રીઝવશે.

  ઊભરતા ગાયક પંચમ (નિખિલ ખુરાના) સામાન્ય રીતે શાવર લેતી વખતે ગાય છે. ખસોટે (સુમિત અરોરા) પંચમની ગીત સાંભળે છે અને તેને દુબઈના નવા વર્ષના કોન્સર્ટ માટે ગાવાની ઓફર આપે છે, પરંતુ તેની એકમાત્ર શરત પરફોર્મન્સ દરમિયાન તેની જોડીમાં એક ગાયિકા હોવી જોઈએ એ હોય છે. ઈલાયચી આ તક ઝડપીને પોતે જોડે આવી શકે કે કેમ એવું પંચમને પૂછે છે, જેને પંચમ નકારે છે.

  જોકે ઈલાયચી તેની નટખટ હરકતો છોડે એમ નથી અને તેથી તે નવો નુસખો વિચારે છે. તે ઈલાયચી સુનિતા (રાશી બાવા)ની નોકરાણી લાજવંતીનો સ્વાંગ રચીને પંચમનું મન જીતવા અને નવા વર્ષે પંચમ સાથે દુબઈમાં જવાની તક ઝડપી લેવા માગે છે.

  શું ઈલાયચી લાજવંતી તરીકે પંચમના મનમાં સ્થાન જમાવી શકશે?

  ઈલાયચીની ભૂમિકા ભજવતી હિબા નવાબ કહે છે, મને નવો લૂક અને નવું પાત્ર ગમે છે. લાજવંતી ઈલાયચી કરતાં સાવ અલગ છે અને મને પ્રયોગો કરવામાં અને નવા લૂક અને પાત્રો અજમાવવામાં મજા આવે છે. આગામી એપિસોડમાં ઈલાયચીનો નવો અને હટકે અંદાઝ જોવા મળશે, જે દર્શકોએ અગાઉ ક્યારેય નહીં જોયો હોય. આથી ઈલાયચી અને લાજવંતીને જોતા રહો કઈ રીતે ચાહકોને સૂરીલા પ્રવાસે લઈ જાય છે.

  પંચમની ભૂમિકા ભજવતા નિખિલ ખુરાનાએ જણાવ્યું હતું કે પંચમ સ્મૃતિ ખોયા પછી ઈલાયચીની નટખટ હરકતોને સહન કરતી શકતો નથી. ઈલાયચીએ સ્વાંગ રચ્યો છે તેની તેને જાણ નથી. પંચમ દુબઈમાં સ્પર્ધા માટે પરફેક્ટ સાથીદાર શોધી રહ્યો હોય છે અને લાજવંતીના રૂપમાં તેને તે મળી શકે છે. પંચમ અને લાજવંતી આગામી એપિસોડમાં અનેક ગાયકી સત્રોમાં જોવા મળશે. દર્શકોને આ ગાયકી સત્રોમાં ભરપૂર વળાંકો અને હાસ્ય માણવા મળશે.

  જોતા રહો પંચમને રીઝવવા માટે ઈલાયચીનું નવું લાજવંતીનું રૂપ, દર સોમવારથી શુક્રવાર, રાત્રે 10, જીજાજી છત પર હૈ, ફક્ત સોની સબ પર.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના...
  video

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં છે ત્યારે નગરપાલિકા પ્રમુખે લોકોને...
  video

  ભાવનગર : કચરાના નિકાલ માટે મનપાને નથી મળતી એજન્સી, કચરાના બની રહયાં છે કૃત્રિમ ડુંગર

  ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશોને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સી મળતી નહી હોવાથી કચરાના કૃત્રિમ ડુંગરો બનવા લાગ્યાં છે જેના કારણે આસપાસ...
  video

  રાજકોટ : રણુજા મંદિર નજીક નદીના પ્રવાહમાં બોલેરો ખેંચાઇ, જુઓ LIVE દ્શ્યો

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે રણુજા મંદિર પાસે પસાર થતી નદીમાં બોલેરો જીપ તણાય હતી. સ્થાનિક લોકોએ...

  More Articles Like This

  - Advertisement -