Connect Gujarat
Featured

અમદાવાદ: ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપની સામગ્રી તૈયાર, જુઓ કઈ રીતે કરાશે પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપની સામગ્રી તૈયાર, જુઓ કઈ રીતે કરાશે પ્રચાર
X

ચૂંટણીમાં ભાજપ હમેંશા ચૂંટણીઓ અગાઉ વર્ચ્યુઅલ અને ફિઝિકલ રીતે પ્રચાર કરતું આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ચૂંટણી સાહિત્ય છાપવામાં આવ્યું છે.

રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ ચૂંટણી માટે ભાજપ સજ્જ બની ગયું છે, ત્યારે ભાજપના ઉમેદવાઈઓ ડોર ટૂ ડોર પ્રચાર શરુ કર્યો છે. ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર માટે વિવિધ પ્રકારનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળકો, યુવાવર્ગ, મહિલાઓ જેવા વર્ગને આવરીને ચૂંટણી પ્રચાર માટેનું સાહિત્ય નિમાર્ણ કરવામાં આવ્યું છે.

સ્ટીકર ભાજપના ફ્લેગ તો સાથે મારું ઘર ભાજપનું ઘર નું તોરણ પણ બનાવવામાં આવ્યું છે ઉપરાંત ટોપી ખેસ અને અલગ અલગ પત્રિકાઓ પણ પ્રચારમાં ઉપયોગ માં લેવામાં આવશે સ્થાનિક મુદ્દાઓ અને ખેડૂત આંદોલનને ધ્યનમાં રાખીને ભાજપ દ્વારા ચૂંટણી સાહિત્યમા સરકારી યોજનાઓ, કૃષિ કાયદાના ફાયદા દર્શાવતા બેનરો અને પોસ્ટરો, તેમજ કૃષિ આધારિત યોજનાઓ સાથે બેનરો પણ બનાવ્યાં છે. ભાજપે ચૂંટણી સાહિત્યમાં પોસ્ટર, બેનર, પત્રિકા, ફુગ્ગા, ધ્વજ, ટોપી, ટિ-શર્ટ, બાઇક માટેના સ્ટીકર, મોબાઈલ કવર, સ્પેશિયલ માસ્ક સહિત 42 વસ્તુઓ બનાવમાં આવી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર સાહિત્યમાં ભાજપ દ્વારા 24 જેટલા પોકેટ કાર્ડ બનાવમાં આવ્યા છે.

જેમાં ભાજપ સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સંદેશાઓ આવરી લેવામાં આવ્યા છે તો સીએમ વિજ્ય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલના કટ આઉટ પણ બનાવવામાં આવ્યા છે મહિલાઓને ભાજપ તરફી વોટ આપવા આકર્ષવા હેરપીન, કમળના પેંડલ સાથેની ચેઇન, બક્કલ, સાડીની પીન વગેરે ઉપકરણો સામેલ છે.

Next Story