New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/33_1464552950-580x395-e1464591655268.jpg)
દિલ્હીમાં ખરાબ વાતાવરણના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન કર્ણાટકથી વિકાસપર્વ રેલીને સંબોધી દિલ્હી પરત ફરી રહ્યા હતા. ત્યારે દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે ફ્લાઇટને જયપુરમાં બે કલાક રોકી રાખવી પડી હતી.
તે દરમિયાન રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ વડાપ્રધાનની મુલાકાત કરી હતી. મોદી 2 કલાક માટે ફ્લાઇટમાં જ બેસી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણે મોદીની ફ્લાઇટ સહિત દિલ્હી જતી અન્ય 25 જેટલી ફ્લાઇટને પણ ડાયવર્ટ કરાઇ હતી.