Connect Gujarat
મનોરંજન 

અભિષેક બચ્ચનના હાથમાં ફ્રેકચર: કહ્યું મર્દ કો દર્દ હોતા હૈ !

અભિષેક બચ્ચનના હાથમાં ફ્રેકચર: કહ્યું મર્દ કો દર્દ હોતા હૈ !
X

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિષેક બચ્ચનને ઈજા થઈ છે અને તેની પર સર્જરી કરવામાં આવી છે. અમિતાભ તથા શ્વેતા 22 ઓગસ્ટની રાત્રે અભિષેકની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ પણ ગયા હતા. હવે અભિષેકે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાની તબિયત અંગે વાત કરી છે.

અભિષેકે હાથમાં સ્લિંગ બેગ પહેરેલી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ચેન્નઈમાં શૂટિંગ દરમિયાન મારો અકસ્માત થયો હતો અને મારા જમણાં હાથે ફ્રેક્ચર થયું હતું. સર્જરીની જરૂર હતી. તો હું તરત જ મુંબઈ પરત આવ્યો. સર્જરી થઈ અને હવે તમામ પેચિસ પણ જતા રહ્યા છે. હવે હું પાછો ચેન્નઈ આવી ગયો છું અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો મસ્ટ ગો ઓન..' અમિતાભની ફિલ્મ 'મર્દ'ના સંવાદ સાથે અભિષેકે કહ્યું હતું, 'મારા પપ્પા કહેતા હોય છે...મર્દ કો દર્દ નહીં હોતા.. ઠીક ઠીક છે.. પણ થોડું તો થાય છે. તમારી શુભેચ્છા માટે આભાર.'

બહેન શ્વેતા બચ્ચને કહ્યું હતું, 'બેસ્ટ પેશન્ટ.' બોબી દેઓલે કહ્યું હતું, 'આશા છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ.' ભાણી નવ્યા નવેલી તથા કરન જોહરે કમેન્ટ બોક્સમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. અભિષેકના બેસ્ટ ફ્રેન્ડ સિકંદર ખેરે કહ્યું હતું, 'આનાથી વધુ સારો ક્યારેય દેખાતો નથી...માસ્ક અને સ્લિંગ વાઇબ છે.' રિતેશ દેશમુખ, મનીષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, આનંદ આહુજા, ગૌહર ખાન, વિક્રાંત મેસી સહિતના સેલેબ્સે અભિષેક જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

Next Story