Connect Gujarat
મનોરંજન 

આદિત્ય રોય કપૂરની ફિલ્મનું ટ્રેલર લોન્ચ, પહેલીવાર એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરની એક્શન થ્રિલર ફિલ્મ ઓમનું પાવરફુલ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં અભિનેતા એક્શન મોડમાં જોવા મળે છે.

આદિત્ય રોય કપૂરની ફિલ્મનું ટ્રેલર લોન્ચ, પહેલીવાર એક્શન મોડમાં જોવા મળ્યો એક્ટર
X

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરની એક્શન થ્રિલર ફિલ્મ ઓમનું પાવરફુલ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં અભિનેતા એક્શન મોડમાં જોવા મળે છે. આ ફિલ્મના ટ્રેલરમાં જોરદાર એક્શન અને ડ્રામા જોવા મળી રહ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મના આ ટ્રેલરને જોઈને કહી શકાય કે આ એક્શનથી ભરપૂર એન્ટરટેઈનર દર્શકોને પસંદ આવશે.

ફિલ્મના ટ્રેલરમાં અભિનેતા આદિત્ય રોય કપૂર જોરદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં, અભિનેતા તેના ભૂતકાળના પ્રશ્નોના જવાબો શોધતો જોવા મળ્યો હતો. આ સાથે તે પોતાના પિતા પર લાગેલા આરોપને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ટ્રેલર જોઈને કહી શકાય કે ફિલ્મની વાર્તા દેશભક્તિથી ભરપૂર હશે. ફિલ્મના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપતા, ઝી સ્ટુડિયોએ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. આ ટ્રેલર વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ઝી સ્ટુડિયો એ બધાથી ઉપર દેશ છે. ઓમ: ધ બેટલ વિધીન ટ્રેલર આઉટ. આ પહેલીવાર છે જ્યારે આદિત્ય રોય કપૂર બહાદુર અને અત્યંત આક્રમક ભૂમિકામાં જોવા મળ્યો છે.

Next Story