Connect Gujarat
મનોરંજન 

26 વર્ષ બાદ 'દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે'નો આવશે નવો લુક, આદિત્ય ચોપરા કરશે દિગ્દર્શન

બોલિવૂડ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા તેની રેકોર્ડબ્રેક વિશ્વવ્યાપી બ્લોકબસ્ટર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સાથે ડાયરેક્ટર તરીકે બ્રોડવે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે

26 વર્ષ બાદ દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેનો આવશે નવો લુક, આદિત્ય ચોપરા કરશે દિગ્દર્શન
X

બોલિવૂડ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા તેની રેકોર્ડબ્રેક વિશ્વવ્યાપી બ્લોકબસ્ટર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સાથે ડાયરેક્ટર તરીકે બ્રોડવે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. 26 વર્ષ બાદ DDLJનો નવો લુક આવવાનો છે. 1995 પછી, 'રાજ' અને 'સિમરન' ની લવ સ્ટોરીને બ્રોડવે મ્યુઝિકલ તરીકે વર્ણવવામાં આવશે. આદિત્ય ચોપરાએ શનિવારે જાહેરાત કરીને ચાહકોને આ નવું આશ્ચર્ય આપ્યું છે. આદિત્ય ચોપરા છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની 'રાજ' અને 'સિમરન'ની લવ સ્ટોરી મ્યુઝિકલ નાટક એટલે કે બ્રોડવે તરીકે સ્ટેજ પર રજૂ થશે. 'કમ ફોલ ઇન લવઃ ધ ડીડીએલજે મ્યુઝિકલ' યુએસએના સાન ડિએગોમાં ઓલ્ડ ગ્લોબ થિયેટરમાં પ્રીમિયર થશે.

વિશાલ-શેખર આ બ્રોડવે માટે સંગીતકાર તરીકે જોડાયા છે. વિશાલ દદલાની અને શેખર રાવજિયાની સંગીતકાર તરીકે કામ કરશે. આદિત્યએ તેના પ્રથમ થિયેટર પર્ફોર્મન્સ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અનુભવી ટેકનિશિયનોની ટીમ પસંદ કરી છે. તો, ટોની અને એમી વિનર રોબ એશફોર્ડ (ફ્રોઝન, થરોલી મોડર્ન મિલી, ધ બોયઝ ફ્રોમ સિરેક્યુઝ) સહયોગી કોરિયોગ્રાફર શ્રુતિ મર્ચન્ટ સાથે પ્રોડક્શનનું કોરિયોગ્રાફ કરશે.

કમ ફોલ ઇન લવઃ DDLJ મ્યુઝિકલ 2022-2023 બ્રોડવે સિઝનમાં સ્ટેજ પર રજૂ કરવામાં આવશે, જેમાં સપ્ટેમ્બર 2022 દરમિયાન સાન ડિએગોના ઓલ્ડ ગ્લોબ થિયેટરમાં તેનું વર્લ્ડ પ્રીમિયર થશે.

આદિત્ય માને છે કે મ્યુઝિકલ બ્રોડવે ભારતીય ફિલ્મો સાથે ખૂબ સમાન છે અને તે છૂટા પડેલા બે પ્રેમીઓ છે, જે તેમના પ્રથમ બ્રોડવે શો 'કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ'માં પ્રથમ વખત થશે. બહુ ઓછા લોકો જાણે છે કે, ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ને આદિત્ય પહેલા અંગ્રેજી ફિલ્મ તરીકે જ બનાવવા માંગતા હતા, ત્યારે તે આ ફિલ્મ માટે હીરો તરીકે ટોમ ક્રૂઝને કાસ્ટ કરવા માંગતા હતા.

બ્રોડવેની પોતાની યાદોને યાદ કરતાં આદિત્ય ચોપરાએ કહ્યું, 'તે 1985નો ઉનાળો હતો અને હું 14 વર્ષનો હતો. પછી હું લંડનમાં મારી રજાઓ ગાળી રહ્યો હતો. મારા માતા-પિતાએ મને અને મારા ભાઈને મ્યુઝિકલ થિયેટરનો પહેલો અનુભવ કરાવ્યો. લાઈટો ઝાંખી થઈ, પડદા ઉઠ્યા અને પછીના ત્રણ કલાક દરમિયાન જે રજૂ થયુ તે જોઈને હું દંગ રહી ગયો! ત્યાં સુધી હું એક બાળક હતો જે ખૂબ જ જુસ્સા અને આતુરતાથી ફિલ્મો જોતો હતો અને તે સમયે મને મોટા પડદા પર ભારતીય બ્લોકબસ્ટર સૌથી વધુ ગમતા હતા. પરંતુ તે દિવસે સ્ટેજ પર મેં જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. હું માનતો ન હતો કે, આવી ભવ્યતા સ્ટેજ પર જીવંત રચી શકાય છે. પરંતુ આ અનુભવનું સૌથી મહત્ત્વનું પાસું જે મને પ્રભાવિત કરે છે તે એ હતું કે મ્યુઝિકલ થિયેટર આપણી ભારતીય ફિલ્મો સાથે કેટલું સમાન છે.

પોતાની કારકિર્દીના સૌથી મહત્વના પ્રયોગ વિશે વાત કરતા આદિત્ય ચોપરા કહે છે, "હું આજ સુધીનો મારો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છું. હું લાંબા સમયથી ખોવાયેલા બે પ્રેમીઓ, બ્રોડવે મ્યુઝિકલ્સ અને ભારતીય ફિલ્મોને ભેગા કરી રહ્યો છું.


Next Story