Connect Gujarat
મનોરંજન 

અજય દેવગણની ફિલ્મના થયા ખૂબ વખાણ; દર્શકોને ખૂબ જ ગમી રહી છે 'ભુજ'

ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બની છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ રહી છે.

અજય દેવગણની ફિલ્મના થયા ખૂબ વખાણ; દર્શકોને ખૂબ જ ગમી રહી છે ભુજ
X

ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બની છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ રહી છે. અજય દવગન, સંજય દત્ત, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હાએ ફિલ્મમાં ખાસ રોલ અદા કર્યો છે. નેટિજન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મનાં વખાણ કરી રહ્યાં છે. દર્શકો ફિલ્મને દેશભક્તિથી ભરેલાં ડાઇલોગ્સ અને એક્શનને કારણે તે પસંદ આવી રહી છે. ફિલ્મમાં કંઇક એવું છે જેનાં દર્શકો ફેન્સ થઇ રહ્યાં છે.

ફિલ્મમાં ભારતીય સૈનિકોની બહાદુરીની સાથે સાથે 300 ગામવાળાનાં સાહસને પડદા પર સુંદરતાથી ઉતારી છે. અજય દેવગન, સંજય દત્ત, નોરા ફતેહી, સોનાક્ષી સિન્હાનાં અભિનયથી સજેલી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આજે 13 ઓગસ્ટનાં આ ફિલ્મની ઓટીટી પ્લેટફર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ શરૂ થઇ છે.

ફિલ્મમાં અજય સ્ક્વોડ્રન લિડર વિજય કાર્ણિકની ભૂમિકામાં નજર આવે ચે, જે 1971નાં યુદ્ધ દરમિયાન ભુજ એરબેઝનો ઇન્ચાર્જ હતો. આ એરબેઝ પાકિસ્તાન તરફથી ભારે બોમ્બમારી વચ્ચે પણ સેનાને તેની સેવા આપી સેવા આપી રહ્યાં છે.

ફિલ્મની રિલીઝ થયાનાં તુરંત બાદ સોશિયલ મીડિયા પર આ માટે રિએક્શન આવવાં લાગ્યાં છે. નેટિઝે એક્ટર્સનાં વખાણ કર્યાં છે. અને તેમનાં અભિનયને ઉત્તમ ગણાવ્યો છે.

દર્શોએ ભારતીય સૈનિકોની બહાદુરીની સાથે સાથે સ્ક્રીન પર 300 ગામવાળાની પણ પસંદ કરી છે. ફિલ્મનાં વખાણ કર્યાં છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી છે. 'ફિલ્મને ખુબજ રોમાંચક છે અને તેને સાડા ત્રણ સ્ટાર મળ્યાં છે. તેમણે ફિલ્મનાં વિઝ્યુઅલ્સનાં વખાણ કર્યા છે. અજય દેવગણ તેની શાનદાર ફોર્મમાં ફરી નજર આવે છે.' ફિલ્મ અંગે ઘણાં ટ્વિટર યૂઝર્સે કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'અજય દેવગણ સર અને તેમની ભૂજની ટીમ અને ફેન્સને શુભકામનાઓ', અન્ય યૂઝર લખે છે, 'અજય... તેણે ફરીથી કમાલનું કામ કર્યું છે.'

Next Story